ડૉ. કલ્યાણભાઈ આર. રબારી સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામના વતની છે તેમણે ડૉ. ભરતભાઈ એ. કાનાબારના માર્ગદર્શન હેઠળ ‘વાગડ પંથકનું કંઠસ્થ સાહિત્યઃ એક અભ્યાસ’ વિષય પર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાંથી ૨૦૨૩માં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
તેઓએ ૨૦૧૪થી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, બી.એડ. કૉલેજમાં ગુજરાતી વિષયમાં સેવા આપીને હાલ શ્રી એન. એમ. શાહ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, શંખેશ્વર ખાતે ગુજરાતી વિષયમા આસિસ્ટંટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.
તેમણે ગુજરાતી વિષયમા નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારોમા ભાગ લઈને યોગ્ય સામયિકોમાં શોધપત્ર પ્રકાશિત કર્યા છે.
તેમજ સ્પોર્ટ્સમાં વિશેષ રુચિ ધરાવતાં તેઓએ રાજ્યકક્ષા અને નેશનલ કક્ષાએ એથ્લેટિક્સ અને બોલબેડમિન્ટન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ યુનિવર્સિટી અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.